Vasti Patrak
સુજ્ઞ જ્ઞાતિજનો,
વસ્તી પત્રક - ૨૦૨૦ અંતર્ગત આ અગાઉ 3, એપ્રિલ ના મેસેજમાં જણાવેલ છતાં હજી ઘણા જ્ઞાતિજનો પૂછી રહ્યા છે, અમે પહેલા ફોર્મ ભર્યું હોય તો પણ અમારે માહિતી મોકલવાની છે.
સૌ ને નમ્ર વિનંતી છે કે અગાઉ જે ફોર્મ ભર્યા હતા તેમાં મોટા ભાગના ૨૦૧૫ માં ભરાયા છે. પાંચ વર્ષમાં ભણતર/લગ્ન/ મરણ / જન્મ / નવા એડ્રેસ / નવા ફોન નંબરો વગેરે ના ફેરફારો થયા હશે તે નવું ફોર્મ નહિ ભરો તો ક્યાં થી અપડેટ થશે?
આ સામાન્ય વાત સમજી *નવેસરથી દરેક જ્ઞાતિજન પોતાના ફોર્મ ત્વરિત ભરી પ્રતિનિધિઓને મોકલાવે.
આપનું ઇમેલ આઇડી મોકલશો તો excel file મોકલશું.
આ પેજ પર પણ ઈમેજ મુકેલી છે.
એક્સેલ માં જન્મ તારીખ dd/mm/yyyy format માં લખવી અથવા દા. ત. ૧૫ મે ૧૯૮૮ લખવું.
સાદા પેપર પર લખી ફોટો પાડી ને પણ મોકલી શકો છો.
સમિતી