AGM for Financial Year 2019-20

સભ્યો જોગ,

મંડળના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ (વર્ષાન્ત માર્ચ ૨૦૨૦) ની વાર્ષિક સામાન્ય સભા, રવિવારે તા.૨૧.૦૩.૨૦૨૧ નાં રોજ આયોજેલ છે. હિસાબ સભ્યોને પત્રિકા નંબર ૧૨૧ દ્વારા મોકલવામાં આવ્યો છે. પત્રિકા બધી પોસ્ટ થઇ ગઈ છે તેની નોંધ લેશો.

વર્તમાન સંજોગોને લઈને ઝૂમ મિટિંગ રાખવામાં આવેલ છે. તેની લીંક અને પાસવર્ડ એક-બે દિવસ પહેલા મેસેજ કરવામાં આવશે.

સમય : સાંજે ૬.૦૦ કલાકે

જેમાં નીચે પ્રમાણે કાર્યવાહી થશે.

  1. ગત સામાન્ય સભાની મિનિટ નું વાંચન અને બહાલી.
  2. વર્ષ ૨૦૧૯-૨૦ (વર્ષાન્ત માર્ચ ૨૦૨૦) ના હિસાબોની રજૂઆત અને બહાલી.
  3. વર્ષ ૨૦૨૦-૨૧(વર્ષાન્ત માર્ચ ૨૦૨૧) માટે ઓડીટરની નિમણુંક.
  4. આવેલ પત્રોની રજૂઆત અને પ્રમુખશ્રીની મંજુરીથી રજૂ થાય તે.
  5. આભાર વ્યક્ત.

નોંધ :

  1. કોરમના અભાવે મુલ્તવી રહેલ સભા ૩૦ મિનિટ બાદ તેજ તારીખે અને તેજ સ્થળે મળશે અને તેમાં થયેલ કાર્યવાહી કાયદેસર ગણાશે.
  2. જે સભ્યોને સવાલ પૂછવા હોય અથવા ઠરાવ મૂકવો હોય તે સભ્યો એ સભાના ૭ દિવસ પહેલા તા.૧૫.૦૩.૨૦૨૧ સુધીમાં ખજાનચી મનોજ જાની (૮૪૫૨૦૫૬૨૩૮) ને મેસેજ કરવો.
  3. ઓડીટેડ રીપોર્ટ મંડળ કાર્યાલયના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે.

શ્રી ઇડર ઔ. પિ. જ્ઞાતિ સેવા મંડળ વતી

મંત્રીઓ :

મયુર ત્રિવેદી, હેમંત જાની, તરુણા રાવલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *