Our New President Message
શ્રી ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ સેવા મંડળ ના પ્રમુખ તરીકે મારી સર્વાનુમતે વરણી કરવા માટે સહુ કારોબારી સમિતિ ના સભ્યો નો આભાર.
ગત કારોબારી સમિતિ માં શ્રીમતી ચેતનાબેન ના પ્રમુખ પદ હેઠળ મંત્રી તરીકે નો કાર્યભાર સંભાળી મંડળ ની કાર્યવાહી નો અનુભવ મેળવ્યો છે.
પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતા મંડળ ની વધુ સારી પ્રગતિ અને વિકાસ થાય તે જ મારી પ્રાથમિકતા રહેશે. આ દિશામાં પહેલા પગથિયાં જેવું, ૧૨AA નું આવકવેરા માફી નું પ્રમાણપત્ર, મેળવી સર કર્યું છે. હવે પછી દાતાઓ માટે તેઓએ આપેલ દાન ની અડધી રકમ તેઓને તેમની આવક માંથી બાદ મળે તે માટે ૮૦જી નું પ્રમાણપત્ર મેળવવાનું છે, જે માટે યોગ્ય પગલાં લેવાઇ રહ્યાં છે અને આવનાર ટુંક સમયમાં આ પ્રમાણપત્ર મળી રહેશે તેવી અપેક્ષા છે.
હાલમાં બેંક માં રહેલ મંડળ ની બાંધી મુદત ની થાપણો ઉપર વ્યાજ ઘણાજ ઘટી ગયા છે જેની સીધી અસર મંડળ ની આવક ઉપર થશે અને તેના કારણે મંડળ દ્વારા અપાતી સહાયો આપવામાં મુશ્કેલી અનુભવાશે. આથી ૮૦જી નું પ્રમાણપત્ર મળેથી મંડળ માટે ભંડોળ વધારવામાં મદદગાર સાબિત થશે અને ભંડોળ વધવા થી વ્યાજ ની આવકના ઘટાડાને સરભર કરી શકાશે.
હાલની કોરોના મહામારી ના કારણે ઊભી થયેલ આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આવનાર સમયમાં આપણે સહુ જ્ઞાતિજનોએ સાથે મળી પ્રયત્નો કરવા પડશે જેથી આ કપરા સમય માંથી બહાર નીકળી શકશું.
ફરી એકવાર સહુ ટ્રસ્ટીઓ, કારોબારી સમિતિ ના સભ્યો, અને જ્ઞાતિજનોના સક્રિય સાથ સહકાર ની અપેક્ષા સહ.